KULDEVI / KULDEVTA : BHATIA COMMUNITY

Welcome to Our Community Blog to enjoy old memories including beautiful scenes, some spiritual articles and some highlights of our mother land India.

Tuesday, October 24, 2017

ભારતીય સંસ્કૃતિ

ભારતીય સંસ્કૃતિ

ભારતીય સંસ્કૃતિ વિશે.. 1.વેદ અને વેદાંગ : વેદ ચાર છે : (1) ઋગવેદ (2) યજુર્વેદ (3) સામવેદ અને (4) અથર્વવેદ વૈદિક સાહિત્યની છ શાખાઓ વેદાંગ કહેવાય છે, જે આ મુજબ છે : (1) શિક્ષા (2) છંદ (3) વ્યાકરણ (4) નિઘંટુ (5) કલ્પ અને (6) જ્યોતિષ 2.ષડ્દર્શન : છ વિચાર પ્રણાલિકાઓ ષડ્દર્શન તરીકે ઓળખાય છે, જે આ મુજબ છે : (1) સાંખ્ય (કપિલ) (2) યોગ (પતંજલિ) (3) ન્યાય (ગૌતમ) (4) વૈશેષિક (કણાદ) (5) પૂર્વ મીમાંસા (જૈમિની) અને (6) ઉત્તર મીમાંસા (કુમારિલ ભટ્ટ) 3.પુરાણ : પુરાણ અઢાર છે : (1) અગ્નિ (2) કૂર્મ (3) શિવ (4) સ્કન્દ (5) વરાહ (6) ગરુડ (7) નારદ (8) પદ્મ (9) વામન (10) વિષ્ણુ (11) વાયુ (12) બ્રહ્મ (13) મત્સ્ય (14) ભાગવત (15) બ્રહ્મવૈવર્ત (16) લિંગ (17) માર્કન્ડેય અને (18) ભવિષ્ય 4.દશાવતાર : (1) મત્સ્ય (2) કૂર્મ (3) વરાહ (4) નરસિંહ (5) વામન (6) પરશુરામ (7) રામ (8) કૃષ્ણ (9) બુદ્ધ અને (10) કલ્કી 5.સપ્તર્ષિ : કશ્યપ, અત્રિ, ભારદ્વાજ, વિશ્વમિત્ર, ગૌતમ, જમદગ્નિ અને વસિષ્ઠ. 6.સપ્તનદી : ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, સિંધુ અને કાવેરી. 7.સપ્તસિંધુ : પૅસિફિક, ઍટલૅટિંક, હિંદ મહાસાગર, આર્કટિક, મલાયા સમુદ્ર, કૅરિબિયન સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્ર. 8.સપ્તનગરી : અયોધ્યા, મથુરા, માયાપુરી (હરદ્વાર), કાશી, કાંચી, અવંતિ (ઉજજૈન) અને દ્વારામતી (દ્વારકા) પુરાણોની પવિત્ર નગરીઓ છે. 9.દ્વાદશ જ્યોતિર્લિંગ : (1) સોમનાથ (ગુજરાત) (2) નાગનાથ (ઔઢા, જિ. પરભણી, મહારાષ્ટ્ર) (3) મલ્લિકાર્જુન (શ્રી શૈલ પર્વત, આંધ્ર પ્રદેશ) (4) મહાકાલેશ્વર (ઉજૈન, મધ્ય પ્રદેશ) (5) ઓમકારેશ્વર (મધ્ય પ્રદેશ) (6) વૈધનાથ (પરળી, જિ. બીડ, મહારાષ્ટ્ર) (7) ભીમાશંકર (ડાકિનીક્ષેત્ર, જિ. પુણે, મહારાષ્ટ્ર) (8) રામેશ્વરમ (તમિલનાડુ) (9) વિશ્વનાથ (કાશી, ઉત્તર પ્રદેશ) (10) ત્ર્યંબકેશ્વર (નાશિક, મહારાષ્ટ્ર) (11) કેદારેશ્વર (હિમાલય, હિમાચલ પ્રદેશ) અને (12) ઘુશ્મેશ્વર (વિરુલ, જિ. ઔરંગાબાદ, મહારાષ્ટૃ) 10.રાશિ : ભારતીય ખગોળ શાસ્ત્ર (જ્યોતિષ) મુજબ રાશિ બાર છે : મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન. 11.નક્ષત્ર : નક્ષત્ર સત્તાવીશ છે : (1) અશ્વિની (2) ભરણી (3) કૃત્તિકા (4) રોહિણી (5) મૃગશીર્ષ (6) આદ્રા (7) પુનર્વસુ (8) પુષ્ય (9) આશ્લેષા (10) મઘા (11) પૂર્વાફાલ્ગુની (12) ઉત્તરાફાલ્ગુની (13) હસ્ત (14) ચિત્રા (15) સ્વાતિ (16) વિશાખા (17) અનુરાધા (18) જ્યેષ્ઠા (19) મૂળ (20) પૂર્વાષાઢા (21) ઉત્તરાષાઢા (22) શ્રવણ (23) ઘનિષ્ઠા (24) શતતારકા (25) પૂર્વાભાદ્રપદા (26) ઉત્તરાભાદ્રપદા અને (27) રેવતી 12.નવ રસ (સાહિત્યમાં) : વીર, રૌદ્ર, ભયાનક, અદ્દભુત, બીભત્સ, શ્રૃંગાર, હાસ્ય, કરુણ અને શાંત. 13.ષડરસ (વૈદકશાસ્ત્ર મુજબ) : ખાટો, ખારો, ગળ્યો, તીખો, કડવો અને તૂરો. 14.ષડ્ધાતુ (આયુર્વેદ મુજબ) : રસ, રક્ત, માંસ, અસ્થિ, મજ્જા અને શુક્ર. 15.ચોઘડિયાં : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ અને ઉદ્દવેગ. 16.ચાર વર્ણ : બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. 17.ચાર આશ્રમ : બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સન્યસ્તાશ્રમ. 18.ચાર મઠ : આદ્ય શંકરાચાર્ય સ્થાપિત ચાર મઠ આ મુજબ છે : (1) પૂર્વમાં ગોવર્ધન મઠ (જગન્નાથપુરી, ઓરિસ્સા) (2) પશ્ચિમમાં શારદાપીઠ (દ્વારકા, ગુજરાત) (3) ઉત્તરમાં જ્યોતિર્મઠ (બદ્રિકેદાર, હિમાચલ પ્રદેશ) અને (4) દક્ષિણે શૃંગેરીમઠ (રામેશ્વરમ્, તામિલનાડુ) 19.ચાર બાળ બ્રહ્મર્ષિ : સનક, સનંદન, સનાતન અને સનતકુમાર. 20.ચાર દિશાઓ : પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. 21.ચતુષ્કોણ : દિશાઓ વચ્ચેના ચાર ખૂણાઓ અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય અને ઈશાન. 22.ચાતુર્માસ : અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. 23.ચતુરંગિણી સેના : હયદળ, હસ્થિદળ, રથદળ અને પાયદળ. 24.રાજનીતિના ચાર સિધ્ધાંત : સામ (સમજણ), દામ (ધન, લાંચ), દંડ (શિક્ષા) અને ભેદ (ફૂટ પડાવવી). 25.સાધન ચતુષ્ઠય : મોક્ષ પ્રાપ્તિનાં ચાર સાધનો આ પ્રમાણે છે : નિત્યાનિત્ય વસ્તુવિવેક, વૈરાગ્ય, શમાદિષ્ટ સાધનસંપત્તિ અને મુમુક્ષા. 26.ચાર પ્રકારની સ્ત્રી : પદ્મિની (ઉત્તમ), ચિત્રિણી (ચતુર), હસ્તિની (સ્થૂલ) અને શંખિણી (અધમ પ્રકારની). 27.ચાર કર્તવ્ય : ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. 28.કુંભમેળાનાં ચાર સ્થાન : પ્રયાગ (અલ્હાબાદ), હરદ્વાર, ઉજ્જૈન અને નાસિક. 29.પંચમહાભૂત : આકાશ, વાયુ, અગ્નિ, પાણી અને પૃથ્વી. 30.પંચમહાવ્રત : અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ.❜

----------------------------------------------------------------------


ભારતીય સંસ્કૃતિ
♠ ભારતીય સંસ્કૃતિ ♠
*************************************
ભારતીય સંસ્કૃતિ વિષે સહુ કોઈ જાણકાર
હોઈશું પણ
તેની માહિતી મેળવવી જરૂરી છે.
*************************************
♥ આપણા કુલ 4 વેદો છે.
1] ઋગ્વેદ
2] સામવેદ
3] અથર્વવેદ
4] યજુર્વેદ
*************************************
♥કુલ 6 શાસ્ત્ર છે.
1] વેદાંગ
2] સાંખ્ય
3] નિરૂક્ત
4] વ્યાકરણ
5]યોગ
6] છંદ
*************************************
♥આપણી 7 નદીઓ
1] ગંગા
2] યમુના
3] ગોદાવરી
4] સરસ્વતી
5] નર્મદા
6] સિંધુ
7] કાવેરી
*************************************
♥આપણા 18 પુરાણો
1] મત્સ્ય પુરાણ
2] માર્કન્ડેય પુરાણ
3] ભવિષ્ય પુરાણ
4] ભગવત પુરાણ
5] બ્રહ્માંડ પુરાણ
6] બ્રહમવૈવર્ત પુરાણ
7] બ્રહ્મપુરાણ
8] વામન પુરાણ
9] વરાહ પુરાણ
10] વિષ્ણુ પુરાણ
11] વાયુ પુરાણ
12] અગ્નિ પુરાણ
13] નારદ પુરાણ
14] પદ્મ પુરાણ
15] લિંગ પુરાણ
16] ગરુડ પુરાણ
17] કૂર્મ પુરાણ
18] સ્કંધ પુરાણ
*************************************
♥પંચામૃત
1] દૂધ
2] દહીં
3] ઘી
4] મધ
5] ખાંડ
*************************************
♥પંચતત્વ
1] પૃથ્વી
2] જળ
3] વાયુ
4] આકાશ
5] અગ્નિ
*************************************
♥ત્રણ ગુણ
1] સત્વ
2] રજ
3] તમ
*************************************
♥ત્રણ દોષ
1] વાત
2] પિત્ત
3] કફ
*************************************
♥ત્રણ લોક
1] આકાશ લોક
2] મૃત્યુ લોક
3] પાતાળ લોક
*************************************
♥સાત મહાસાગર
1] ક્ષીરસાગર
2] દૂધસાગર
3] ધૃતસાગર
4] પથાનસાગર
5] મધુસાગર
6] મદિરાસાગર
7] લડુસાગર
*************************************
♥સાત દ્વીપ
1] જમ્બુદ્વીપ,
2] પલક્ષદ્વીપ,
3] કુશદ્વીપ,
4] પુષ્કરદ્વીપ,
5] શંકરદ્વીપ,
6] કાંચદ્વીપ,
7] શાલમાલીદ્વીપ
*************************************
♥ત્રણ દેવ
1] બ્રહ્મા
2] વિષ્ણુ
3] મહેશ
*************************************
♥ત્રણ જીવ
1] જલચર
2] નભચર
3] થલચર
*************************************
♥ત્રણ વાયુ
1] શીતલ
2] મંદ
3] સુગંધ
*************************************
♥ચાર વર્ણ
1] બ્રાહ્મણ
2] ક્ષત્રિય
3] વૈશ્ય
4] ક્ષુદ્ર
*************************************
♥ચાર ફળ
1] ધર્મ
2] અર્થ
3] કામ
4] મોક્ષ
*************************************
♥ચાર શત્રુ
1] કામ
2] ક્રોધ
3] મોહ
4] લોભ
*************************************
♥ચાર આશ્રમ
1] બ્રહ્મચર્ય
2] ગૃહસ્થ
3] વાનપ્રસ્થ
4] સંન્યાસ
*************************************
♥અષ્ટધાતુ
1] સોનું
2] ચાંદી
3] તાબું
4] લોખંડ
5] સીસુ
6] કાંસુ
7] પિત્તળ
8] રાંગુ
*************************************
♥પંચદેવ
1] બ્રહ્મા
2] વિષ્ણુ
3] મહેશ
4] ગણેશ
5] સૂર્ય
*************************************
♥ચૌદ રત્ન
1] અમૃત,
2] ઐરાવત હાથી,
3] કલ્પવૃક્ષ,
4] કૌસ્તુભમણિ
5] ઉચ્ચૈશ્રવા ઘોડો,
6] પાંચજન્ય
7] શંખ,
8] ચન્દ્રમા,
9] ધનુષ,
10] કામધેનુ,
11] ધનવન્તરિ.
12]રંભા અપ્સરા,
13] લક્ષ્મીજી,
14] વારુણી, વૃષ.
*************************************
♥નવધા ભક્તિ
1] શ્રવણ,
2] કીર્તન,
3] સ્મરણ,
4] પાદસેવન,
5] અર્ચના,
6] વંદના,
7] મિત્ર,
8] દાસ્ય,
9] આત્મનિવેદન.
*************************************
♥ચૌદભુવન
1] તલ,
2] અતલ,
3] વિતલ,
4] સુતલ,
5] રસાતલ,
6] પાતાલ,
7] ભુવલોક,
8] ભુલોક,
9] સ્વર્ગ,
10] મૃત્યુલોક,
11] યમલોક,
12] વરૂણલોક,
13] સત્યલોક,
14] બ્રહ્મલોક.
*************************************

♦ ચાર યુગના પૂજય પાત્રોની યાદી ♦ અ.નં. વિગત પહેલા કર્તાયુગમાં બીજા ત્રેતાયુગમાં ત્રીજા દ્વાપરયુગમાં ચોથા કળીયુગમાં 1 વેદ ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ 2 જગતગુરુ શ્રી અમરતેજ શ્રી વશિષ્ઠ ઋષિ શ્રી વેદવ્યાસ શ્રી ઇમામશાહ મહારાજ 3 ભક્તનું નામ શ્રી પ્રહલાદજી શ્રી હરિશ્ચંદ્ર શ્રી યુધિષ્ઠિર શ્રી કમળાકુંવર 4 દાનવનું નામ શ્રી હિરણ્યાકંશ રાવણ દુર્યોધન દહીંત કાળીંગો 5 યજ્ઞનું નામ હસ્તીમેઘ અશ્વમેઘ ગૌ મેઘ વારી યજ્ઞ 6 આસન ઘટ-પાટ સોનાના રુપાના ત્રાંબાના માટીના 7 જાપ શ્રી નરસિંહ શ્રી રામ શ્રી કૃષ્ણ શ્રી નિષ્કલંકી નારાચણ જનાર્દનાય 8 વ્રતનું મહાત્મય સુદ 11 ને રવિવાર સુદ 14 ને મંગળવાર સોમવતી અમાસ સુદ 2 ને શુક્રવાર 9 યુગોનો પુજ્ય રંગ રક્ત વર્ણ જરદ વર્ણ શ્યામ વર્ણ શ્વેત વર્ણ 10 દિશા ઉત્તર પૂર્વ દક્ષિણ પશ્ચિમ 11 તીર્થ 24 તીર્થ 18 તીર્થ 14 તીર્થ 12 તીર્થ 12 અવતાર ચાર શ્રી મચ્છ, શ્રી કૂર્મ, શ્રી વ્યારાહ, શ્રી નરસિંહ ત્રણ શ્રી વામન, શ્રીપરશુરામ, શ્રીરામ બે શ્રી કુષણ, શ્રી બુદ્ધ એક શ્રી નિષ્કલંકી 13 વિષ્ણુનો પરિવાર 16 કરોડી 32 કરોડી 56 કરોડી 70 કરોડી 14 સ્થળ કાશ્મિર અયોધ્યા ગોકુળ કુવારીકા-પીરાણા 15 ક્ષેત્ર ચરણાપુરી લંકાપુરી મથુરા પંચનદી-વૌઠા 16 આયુધ્ધનું નામ નખ ધનુષ્ય ચક્ર તલવાર 17 સતીઓના નામ શ્રી બાઇ શ્રી તારામતી શ્રી દ્વૌપદી શ્રી સુરજા રાણી 18 નદીઓના નામ ગંગાજી સરયુ યમુનાજી સાબરમતી 19 મોક્ષપદ પામ્યા પાંચ કરોડ સાત કરોડ નવ કરોડ બાર કરોડ 20 મનુષ્યના અવતારો 35 અવતાર 25 અવતાર 16 અવતાર 8 અવતાર 21 મનુષ્યનું આયુષ્ય 1,20,000 વર્ષ 12,000 વર્ષ 1,200 વર્ષ 120 વર્ષ 22 દાગ વાયુદાગ જળદાગ અગ્નિદાગ ભુમિદાગ




ચાર યુગના પૂજય પાત્રોની યાદી
અ.નં.
વિગત
પહેલા કર્તાયુગમાં
બીજા ત્રેતાયુગમાં
ત્રીજા દ્વાપરયુગમાં
ચોથા કળીયુગમાં
1
વેદ
ઋગ્વેદ
યજુર્વેદ
સામવેદ
અથર્વવેદ
2
જગતગુરુ
શ્રી અમરતેજ
શ્રી વશિષ્ઠ ઋષિ
શ્રી વેદવ્યાસ
શ્રી ઇમામશાહ મહારાજ
3
ભક્તનું નામ
શ્રી પ્રહલાદજી
શ્રી હરિશ્ચંદ્ર
શ્રી યુધિષ્ઠિર
શ્રી કમળાકુંવર
4
દાનવનું નામ
શ્રી હિરણ્યાકંશ
રાવણ
દુર્યોધન
દહીંત કાળીંગો
5
યજ્ઞનું નામ
હસ્તીમેઘ
અશ્વમેઘ
ગૌ મેઘ
વારી યજ્ઞ
6
આસન ઘટ-પાટ
સોનાના
રુપાના
ત્રાંબાના
માટીના
7
જાપ
શ્રી નરસિંહ
શ્રી રામ
શ્રી કૃષ્ણ
શ્રી નિષ્કલંકી નારાચણ જનાર્દનાય
8
વ્રતનું મહાત્મય
સુદ 11 ને રવિવાર
સુદ 14 ને મંગળવાર
સોમવતી અમાસ
સુદ 2 ને શુક્રવાર
9
યુગોનો પુજ્ય રંગ
રક્ત વર્ણ
જરદ વર્ણ
શ્યામ વર્ણ
શ્વેત વર્ણ
10
દિશા
ઉત્તર
પૂર્વ
દક્ષિણ
પશ્ચિમ
11
તીર્થ
24 તીર્થ
18 તીર્થ
14 તીર્થ
12 તીર્થ
12
અવતાર
ચાર
શ્રી મચ્છ, શ્રી કૂર્મ, શ્રી વ્યારાહ, શ્રી નરસિંહ
ત્રણ
શ્રી વામન, શ્રીપરશુરામ, શ્રીરામ
બે
શ્રી કુષણ, શ્રી બુદ્ધ
એક
શ્રી નિષ્કલંકી
13
વિષ્ણુનો પરિવાર
16 કરોડી
32 કરોડી
56 કરોડી
70 કરોડી
14
સ્થળ
કાશ્મિર
અયોધ્યા
ગોકુળ
કુવારીકા-પીરાણા
15
ક્ષેત્ર
ચરણાપુરી
લંકાપુરી
મથુરા
પંચનદી-વૌઠા
16
આયુધ્ધનું નામ
નખ
ધનુષ્ય
ચક્ર
તલવાર
17
સતીઓના નામ
શ્રી બાઇ
શ્રી તારામતી
શ્રી દ્વૌપદી
શ્રી સુરજા રાણી
18
નદીઓના નામ
ગંગાજી
સરયુ
યમુનાજી
સાબરમતી
19
મોક્ષપદ પામ્યા
પાંચ કરોડ
સાત કરોડ
નવ કરોડ
બાર કરોડ
20
મનુષ્યના અવતારો
35 અવતાર
25 અવતાર
16 અવતાર
8 અવતાર
21
મનુષ્યનું આયુષ્ય
1,20,000 વર્ષ
12,000 વર્ષ
1,200 વર્ષ
120 વર્ષ
22
દાગ
વાયુદાગ
જળદાગ
અગ્નિદાગ
ભુમિદાગ


ગાયત્રી મંત્ર નો અર્થ અને મહિમા

ગાયત્રી મંત્ર નો અર્થ અને મહિમા 
ગાયત્રી મંત્રના ચોવીસ અક્ષરનો અર્થ અને તેનો મહિમા
એક જ ગાયત્રી મંત્રથી 24 દૈવી શક્તિ એક સાથે સુલભ થાય છે. આ ગાયત્રી મંત્રના 24 અક્ષરો દૈવી શક્તિઅઓના ચોવીસ બીજ છે. ગાયત્રી મંત્રના પ્રત્યક્ષ અક્ષર એક એક દેવતા છે. ગાયત્રી મંત્રનો જાપ કરવાથી ચોવીસ દૈવી શક્તિનો લાભ થાય છે.
(1)ગણેશ - પ્રત્યેક શુભ કાર્ય ગજાનન ગણેશના પૂજનથી થાય છે. વિઘ્ન વિનાયક, સફળતા પ્રદાયક ગણેશ બુદ્ધિ તથા શ્રેષ્ઠ જ્ઞાન આપનારા છે.
(2)નૃસિંહ - આ પરાક્રમ અને શક્તિના અધિકારી દેવ છે. તેઓ પુરુષાર્થ, વિરતા, ધીરતા અને વિજય પ્રદાન કરે છે. આતંક, ભય, કાયરતા વગેરે દૂર કરી શત્રુના આક્રમણથી રક્ષા કરે છે અને શત્રુનો સંહાર કરે છે.
(3)વિષ્ણુ - એ પાલન શક્તિના અધિકારી છે. સમસ્ત પ્રાણીઓનું પાલન - પોષણ કરનારા, જીવન રક્ષક આજીવિકા પ્રદાન કરે છે.
(4)શિવ - કલ્યાણ શક્તિના અધિકારી દેવ છે. જીવોને આત્મપરાયણતા અને કલ્યાણકારી શક્તિ પ્રદાન કરી અનિષ્ટ અને પતનથી રક્ષા કરે છે.
(5)કૃષ્ણ - આ યોગ શક્તિના અધિષ્ઠાતા, અનાસક્તિ, વૈરાગ્ય, સદજ્ઞાન, સૌંદર્ય અને સ-રસના પ્રદાન કરે છે.
(6)રાધા - પ્રેમ શક્તિની અધિષ્ઠાતા દૈવી છે. ભક્તોને સાચો પ્રેમ કરવાની શક્તિ આપી દ્વેષ ભાવ ધૃણા વગેરે દૂર કરે છે.
(7)લક્ષ્મી - ધન, વૈભવ અને શક્તિની અધિષ્ઠાત્રી છે. ઉપાસકોને વૈભવ, ઐશ્વર્ય, સંપત્તિ, પદ, યશ અને સર્વ પ્રકારના ભૌતિક સુખો પ્રદાન કરનારી દેવી છે.
(8)અગ્નિ - આ તેજ શક્તિના અધિષ્ઠાતા દેવ છે. ઉષ્ણતા, તેજ, પ્રકાશ, શક્તિ અને સામર્થ્ય પ્રદાન કરનારા છે.
(9)ઈન્દ્ર - આ રક્ષ શક્તિના અધિષ્ઠાતા છે. રોગ, અનિષ્ઠ, આક્રમણ, હિંસા, ચોર, શત્રુ, ભૂતપ્રેત વગેરેથી રક્ષા કરનારા છે.
(10)સરસ્વતિ - જ્ઞાનશક્તિની અધિષ્ઠાત્રી દેવી છે. જ્ઞાન, વિવેક, દૂરદર્શિતા, બુદ્ધિમત્ત, વિચારશીલતા વગેરે પ્રદાન કરનારી દેવી છે.
(11)દુર્ગા - આ દમનશક્તિની અધિષ્ઠાત્રી દેવી છે. સમસ્ત વિધ્ન, નડતર, સંધર્ષ પર વિજય અપાવનારી, અહંકારને ચૂર કરનારી, સામર્થ્ય તથા શક્તિ દેનારી છે.
(12)હનુમાન - હનુમાનજી નિષ્ઠા શક્તિના અધિકારી છે. ઉપાસકોને ભક્તિ, નિષ્ઠા, કર્તવ્યપરાયણતા, વિશ્વાસ, નિર્ભયતા તથા બ્રહ્મચર્ય પાલનની શક્તિ પ્રદાન કરે છે.
(13)પૃથ્વી - આ ધારણ શક્તિની દેવી છે. ગંભીરતા ધૈર્ય, પ્રઢતા, સહિષ્ણુતા, સહનશીલતા ભારવાહકતા નિરન્તરતા વગેરે પ્રદાન કરનારી છે.
(14)સૂર્ય – પ્રાણશક્તિના અધિષ્ઠાતા દેવ છે ઉપાસકોને આરોગ્ય, દીર્ઘ જીવન, પ્રાણશક્તિ, વિકાસ, ઉષ્ણતા પ્રદાન કરે છે.
(15)રામ - મર્યાદા પુરુષોત્તમ મર્યાદા શક્તિના અધિકારી છે. ધર્મ, મર્યાદા, સંયમ, મૈત્રી, પ્રેમભાવ, ધીરતા, તિતિક્ષા વગેરે ગુણ પ્રદાન કરનારા છે.
(16)સીતા - તપ - શક્તિની અધિષ્ઠાત્રી દેવી છે. નિર્વિકાર અને પવિત્ર ભાવથી સાત્વિક-તાલ અનન્યભાવ દ્વારા તપોનિષ્ઠ બનાવે છે. આધ્યાત્મિક ઉન્નતિના માર્ગ પ્રેરક છે.
(17)ચંદ્રમા - આ શાંતિ શક્તિના અધિકારી છે. ચિંતા, શોક, ક્રોધ, નિરાશા, ક્ષોભ, મોહ, લોભ, તૃષ્ણા વગેરે માનસિક વિકારને શાંત કરી શાંતિ પ્રદાન કરનારા છે.
(18)યમ - શક્તિના અધિકારી સમયનો સદુપયોગ મૃત્યુથી નિર્ભયતા, સ્ફૂર્તિ, ચેતના જાગૃતિ પ્રદાન કરે છે.
(19)બ્રહ્મા - ઉત્પાદક શક્તિના દેવ છે. સૃજન શક્તિના અધિષ્ઠાત્રા છે. પ્રત્યેક જડ તથા ચેતન પદાર્થથી રચના તેમજ ઉત્પાદન તથા વૃધ્ધિ કરવાની શક્તિના દાતા છે.
(20)વરૂણ - આ રસ શક્તિના અધિકારી છે. ભાવુકતા, કોમળતા, સરસતા, દયા, પ્રસન્નતા, મધુરતા, કલાપ્રિયતા વગેરે ભાવો હ્રદયમાં પ્રાદુર્ભાવ કરી આનંદની અનુભૂતિ કરાવનારા છે.
(21)નારાયણ - આદર્શ શક્તિ અધિષ્ઠાતા છે. શ્રેષ્ઠતા, મહત્વાકાંક્ષા, ઉત્કૃષ્ટતા, દિવ્યગુણ, ધર્મ, સ્વભાવ, નિર્મળ સચ્ચરિત્ર તથા શુભ કર્મશિલતા પ્રદાન કરનારા છે.
(22)હયગ્રીવ - સાહસ શક્તિના અધિષ્ઠાતા છે. ઉત્સાહ નિર્ભિકતા, વીરતા, શૌર્ય, ધૈર્ય, પુરુષાર્થ, સંઘર્ષ શક્તિ પ્રદાન કરનારા છે.
(23)હંસ - વિવેક શક્તિના અધિષ્ઠાતા છે. ક્ષીર - નીર જ્ઞાન વિશ્વ વિખ્યાત છે. સત્ય - અસત્યનું જ્ઞાન, દૂરદર્શિતા, ઉત્તમ સંગતિ, ગુણ પ્રદાન કરનારા છે.
(24)તુલસી - સેવા - શક્તિની અધિષ્ઠાત્રી દેવી છે. સત્કાર્યમાં પ્રેરણાદાયી, આત્મશાંતિ, પરદુઃખ નિવારણ, પવિત્રતા, નિષ્ઠા વગેરે પ્રદાન કરનારી છે.
આ પ્રમાણે 24 દૈવી શક્તિઓથી ભરપૂર ગાયત્રી મંત્ર સનાતન અને આદિમંત્ર છે. પુરાણોમાં ઉલ્લેખ છે કે સૃષ્ટિકર્તા બ્રહ્માને આકાશવાણી દ્વારા ગાયત્રી મંત્ર પ્રાપ્ત થયો અને તે મંત્રની સાધના કરવાથી તેમનામાં સૃષ્ટિ રચવાની શક્તિ પ્રાપ્ત થઈ હતી. ગાયત્રી ચાર ચરણોની વ્યાખ્યારૂપે બ્રહ્માજીએ ચાર મુખોથી ચાર વેદોનું વર્ણન કર્યું. તેથી ગાયત્રીને વેદમાતા પણ કહેવામાં આવે છે. ચારેય વેદ ગાયત્રીની વ્યાખ્યા છે

ગાયત્રી મંત્ર અને તેનો અર્થ



 ગાયત્રી મંત્ર અને તેનો અર્થ

સ્તતા મયા વરદા વેદ માતા...' ચારે વેદ-ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદમાં જેનો મહિમા વિસ્તૃતપણે વર્ણવેલ છે તે વેદમાતા ગાયત્રીને છાંદોગ્યોપનિષદ સર્વવેદોનો સાર, સર્વવેદોની જનની, પરબ્રહ્મા સ્વરૂપા, કામદા, મોક્ષદા અને ત્રિપદા કહેવામાં આવેલા છે. ગાયત્રી સર્વ પાપોનો નાશ કરે છે. ગાયત્રી ત્રણે દેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સ્વરૂપા છે

ઋગ્વેદ (૧, ૧૬૪, ૨૫)માં વર્ણવેલ છે કે ગાયત્રી વૈદિક સપ્તછંદોમાંથી એક પ્રથમ છંદ છે. શ્રીમદ ભગવદ્ ગીતા (૧૦/૩૪)માં પણ કહેવાયું છે કે સર્વ છંદોમાં ગાયત્રીમંત્રનું રટણ કરનારનું રક્ષણ કરનારી છે. સતપથ બ્રાહ્મણ (૬/૧/૧/૧)માં કહેવાયું છે કે ધન્ય થયેલી પૃથ્વી ગાવા લાગી તેથી પૃથ્વીને ગાયત્રી કહેવામાં આવે છે.

વેદ કહે છે કે ત્રિવર્ણ અર્થાત્ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યને જ યજ્ઞાપવીત સંસ્કારનો અધિકાર છે. આવા ત્રિકોણને મસ્તક પર શિખા અને વાચ સ્કન્ધ પર ઉપવિત્ ધારણ કરવી જોઈએ. ત્રિકાળસંધ્યા વંદન કરવા ઉપરાંત ગાયત્રીમંત્રના જપ કર્યાં પછી તદ્શાંશ હોમ, હોમનું દશાંશ માર્જન, માર્જનનું દશાંશ બ્રાહ્મણ ભોજન કરાવવાને પંચાંગ વિધિ કહેવામાં આવેલ છે.

બુદ્ધ પારાશર સંહિતામાં સ્પષ્ટ આજ્ઞા છે કે મસ્તિષ્ક પર ચોટલી અને વાચ સ્કન્ધ પર જનોઈ વિના જે કંઈ ધર્મ-કર્મ કરવામાં આવે છે તે સઘળાં નિષ્ફળ થઈ જાય છે. શિખા-સૂત્ર વિહીન વ્યક્તિને વેદાધ્યયન યજ્ઞાયાગ અને અન્યાન્ય ધર્મ-કર્મ કરવાનો અધિકાર નથી. તે ગાયત્રીમંત્રના જપ કરવાનો પર અધિકાર માનવામાં આવ્યો નથી.

બ્રર્હ્મિષ ઋષિ વિશ્વામિત્ર દ્વારા રચાયેલ ગાયત્રીમંત્રનો ઉલ્લેખ યજુર્વેદના છત્રીસમા અધ્યાયમાં જોવા મળે છે. ગાયત્રીમંત્રને સાધના માટેનો સર્વશ્રેષ્ઠ મંત્ર માનવામાં આવે છે. આ ૨૪ અક્ષરના મહામંત્રમાં દિવ્ય શક્તિ છુપાયેલી છે. જેને જાણીએ તો જીવન ધન્ય થઈ જાય.

ગાયત્રીમંત્રમાં સૂર્યના તેજ જેટલી જ પ્રખરતા છે. તેથી ગાયત્રીમંત્રનો જપ કરવાથી સાધકનું ચરિત્ર પરિષ્કૃત થાય છે. વિશ્વામિત્ર,વશિષ્ઠ વગેરે ઋષિઓએ ગાયત્રીમંત્રની સાધના કરીને આધ્યાત્મિક જગતમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી હતી. ગાયત્રીમંત્રના ૨૪ અક્ષરોમાં ૨૪ તત્ત્વોનો સમાવેશ છે જેમાં પૃથ્વી, જળ, વાયુ, આકાશ અને અગ્નિ વગેરે છે. જેનો સવિસ્તર ઉલ્લેખ સાંખ્યમાં છે. ગાયત્રી મહામંત્રમાં અસંખ્ય રહસ્યો છુપાયેલાં છે.

ગાયત્રી મંત્રનો પરિચય
ગાયત્રી મંત્ર એ એક ચમત્કારિક મંત્ર છે. આ મંત્રને સદ્બુદ્ધિનો મંત્ર પણ કહેવામાં આવે છે. ભક્તિના માર્ગમાં આગળ જવા માટે શરીરની બાહ્ય પવિત્રતાની સાથે મનની આંતરિક શુદ્ધિ પણ જરૂરી છે. સાધકનું ચરિત્રનિર્માણ તે ભક્તિનું પહેલું પગથિયું છે. ગાયત્રી મંત્રના જપથી મન પર સવાર થયેલા કુવિચારો, દુર્ભાવનાઓ વગેરે દૂર થાય છે, કારણ કે આ મહામંત્રના ઉચ્ચારમાત્રથી શરીરમાં રહેલી ૨૪ શક્તિ જાગૃત થાય છે. ગાયત્રી મંત્રના ૨૪ અક્ષરોમાં એવી પ્રેરણા ભરેલી છે કે સાધકના અંતઃકરણમાં તે ચેતનાનો સંચાર કરે છે. મંત્રના ૨૪ અક્ષરોમાં છુપાયેલા અમોઘ સ્ત્રોતનો સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે.

ઓમઃ શબ્દનો અર્થ છે પરમાત્મા દરેક જીવોમાં સમાવિષ્ટ છે. તેથી લોકહિત માટે નિસ્વાર્થ ભાવે કર્મ કરવું જોઈએ.

ભૂઃ શબ્દનો અર્થ એ છે કે માનવદેહ નાશવંત છે. તેથી જીવનમાં આત્મઉત્થાન અને આત્મકલ્યાણ માટે પ્રવૃત્ત રહેવું જોઈએ.

ભૂવઃ  શબ્દનો ભાવાર્થ જે દુષ્કર્મોથી દૂર રહીને અપૂર્ણતાથી પૂર્ણતા તરફ ગતિ કરવી એટલે કે માનવીએ દેવત્વની સ્થિતિએ પહોંચવા જીવનમાં સદ્ગુણોનું સંવર્ધન કરવું.

સ્વઃ ગૂઢાર્થ દર્શાવે છે કે સત્યના માર્ગ પર ચાલીને એક આદર્શ જીવનનું ઉદાહરણ પાર પાડતા અન્ય લોકોને પણ સત્યનિષ્ઠ જીવનની પ્રેરણા આપવી.

તત્ સવિતુ વરેણ્યં જે જીવન વિજ્ઞાન અને શક્તિ સંચય અને શ્રેષ્ઠતાનો મહિમા સમજાવે છે.

ભર્ગોઃ શબ્દનો આશય છે કે મનુષ્યે પાપોથી સાવધ રહેવું જોઈએ. બુદ્ધિ અને મનને નિર્મળ રાખવું જોઈએ.

દેવસ્યઃ શબ્દનું તાત્પર્ય છે કે દિવ્ય દૃષ્ટિ રાખી આ લોક અને પરલોકનો વિચાર કરવો. શુદ્ધ દૃષ્ટિ રાખવાથી અન્ય જીવો પરત્વે દુર્ભાવ જાગતો નથી. તેથી દિવ્ય દૃષ્ટિ મનુષ્યની અંદર અને બહાર દિવ્ય સૃષ્ટિનું સર્જન કરે છે.

ધીમહિઃ શબ્દનો અર્થ છે સદ્ગુણો ધારણ કરવા અને સદ્ગુણોનો સમૂહ એટલે પરમાત્મા તેમજ સદ્ગુણો દ્વારા જ જીવની શિવ તરફ ગતિ થાય છે.

ધિયોઃ નો પ્રતિત્વની વિવેક છે. જીવનમાં વિવેકથી બુદ્ધિપૂર્વકનું મંથન કરી માખણ જેવું ઉત્કૃષ્ટ પ્રકારનું તત્ત્વ શોધી જીવનને સત્યના માર્ગ પર ચલાવવું.

યોનઃ ઈન્દ્રિયોનું તત્ત્વજ્ઞાન સંયમનું મહાત્મ્ય સમજાવે છે. તે ઈન્દ્રિયોને સન્માર્ગે વાળે છે. સંયમથી જ સાધના શક્ય બને છે અને સાધનાથી જ જીવન દેવતાની આરાધના શક્ય બને છે.

પ્રચોદયાત્ શબ્દનો અર્થ છે સેવા. જગતમાં પુણ્ય કમાવવાનો સરળ અને સાદો રસ્તો સેવા છે. જેનાથી મનુષ્ય સત્કર્મ કરી પુણ્ય અર્જિત કરી શકે છે. ગાયત્રી મહામંત્ર અનેક ગૂઢ રહસ્યથી ભરેલ છે. એવી માન્યતા છે કે સ્વર્ગમાં એક એવું વૃક્ષ છે જેની નીચે બેસીને જે પણ વસ્તુનો વિચાર કરવામાં આવે તે આપણી સમક્ષ હાજર થઈ જાય છે. સ્વાભાવિક છે કે આ સાંભળીને એવો વિચાર આવે કે આવું એક કલ્પવૃક્ષ આપણને મળી જાય તો જીવનની બધી જ ઇચ્છાઓ પૂરી થઈ જાય. વાસ્તવમાં આવું જ એક કલ્પવૃક્ષ પૃથ્વી પર પણ છે. જેમાં દેવલોકના કલ્પવૃક્ષ જેટલી જ શક્તિ છે. આ વૃક્ષ છે ગાયત્રી મંત્ર. જો સાચા અર્થમાં આ મંત્રની સાધના નીતિ-નિયમો સાથે અને શુદ્ધ ચારિત્ર્ય સાથે કરવામાં આવે તો દરેક સાધક માટે ગાયત્રી મંત્ર મનોવાંછિત ફળ આપનાર કલ્પવૃક્ષ સમાન જ બની રહે છે.  

ત્રિપદા ગાયત્રી
ગાયત્રી છંદનાં ત્રણ ચરણ હોવાથી તેને ત્રિપદા ગાયત્રી કહેવાય છે. દરેક ચરણમાં આઠ અક્ષર હોય છે તેથી ગાયત્રી મંત્રમાં ૮+૩=૨૪ અક્ષરો છે. ઋગ્વેદમાં ગાયત્રીનું ઐક્ય અગ્નિ સાથે કલ્પિત છે. ઋગ્વેદમાં અગ્નિસૂક્ત વિશેષતઃ ગાયત્રી છંદમાં આપવામાં આવેલ છે. ગાયત્રી મંત્રના દ્રષ્ટા ઋષિ વિશ્વામિત્ર છે. દેવતા સવિતા સૂર્ય છે. ઋગ્વેદ (૩/૬૨/૧૦)માં ગાયત્રી મંત્ર આપ્યો છે, જેનો અર્થ થાય છે. તે સૂર્ય દેવના સર્વશ્રેષ્ઠ તેજ, દિવ્ય તેજ જેનું અમે ધ્યાન કરીએ છીએ, અમારી બુદ્ધિને પુરુષાર્થ, ચતુષ્ટય-ધર્મ-અર્થ-કામ-મોક્ષમાં પ્રેરિત કરો.

ગાયત્રી મંત્ર વિશે ઋષિઓ અને મહાત્માઓએ શું કહ્યું છે?

મર્હિષ વ્યાસઃ કામની સફળતા તથા તપની સિદ્ધિ માટે ગાયત્રી મંત્રથી શ્રેષ્ઠ કોઈ નથી.

તૃગીઋષિઃ જ્ઞાન-વિજ્ઞાનનો આદિ સ્ત્રોત ગાયત્રી છે.

રવીન્દ્રનાથ ટાગોરઃ ભારત વર્ષને જગાડનાર જો કોઈ સરળ મંત્ર હોય તો તે ગાયત્રી છે.

શ્રી અરવિંદઃ ગાયત્રીમાં એવી મહાન શક્તિ છે કે જેનાથી મહત્ત્વપૂર્ણ કાર્ય પાર પડી શકે છે.

સ્વામી રામકૃષ્ણ પરમહંસઃ ગાયત્રીનું તપ કરવાથી મોટી-મોટી સિદ્ધિઓ મળે છે. મંત્ર નાનો છે, પણ શક્તિ મહાન છે.

મહાત્મા ગાંધીઃ ગાયત્રીનો સ્થિર ચિત્તથી અને શાંત હૃદયે જપ કરવામાં આવે તો સંકટોનું નિવારણ થાય છે.

સ્વામી વિવેકાનંદઃ ગાયત્રી સદ્બુદ્ધિનો મંત્ર છે તેથી તેને મંત્રનો મુકુટમણિ કહ્યો છે. 
 (સંદેશ માં થી સાભાર )

ગાયત્રી મંત્રની ઉપાસના દરેક પાપનો નાશ કરનારી, આધ્યાત્મિક સુખોને લઇને ભૌતિક સુખોને આપનારી માનવામાં આવી છે.

ગાયત્રી વેદમાતા છે.ધાર્મિક દ્રષ્ટિથી ગાયત્રી ઉપાસના દરેક પાપનો નાશ કરનારી, આધ્યાત્મિક સુખોને લઇને ભૌતિક સુખોને આપનારી માનવામાં આવી છે. ગાયત્રી સાધનામાં ગાયત્રી મંત્રનું મહત્વ છે. આ મંત્રના 24 અક્ષર એ માત્ર અક્ષર જ નથી, પણ 24 દેવી- દેવતાઓના સ્મરણ બીજ છે, આ બીજ અક્ષરો વેદ, ધર્મશાસ્ત્રોમાં બતાવેલા અદભુત જ્ઞાન પર આધારિત છે.

વેદોમાં ગાયત્રી મંત્ર જાપથી આયુ, પ્રાણ, પ્રજા, પશુ, કીર્તિ, ધન, બ્રહ્મચર્યના રૂપમાં મળનારા સાત રૂપ બતાવવમાં આવ્યા છે. વાસ્તવમાં ગાયત્રી મંત્ર એ ઇશ્વરનું ચિંતન, ઇશ્વરીય ભાવને અપનાવવા અને બુદ્ધિની પવિત્રતાની પ્રાર્થના છે.

  ऊँ भू: भुव:स्व: तत् सवितु वरेण्यं भर्ग: देवस्य धियो यो न: प्रचोदयात्।

સૂક્ષ્મ અર્થ

  ऊँ - ઇશ્વર

  भू: - પ્રાણ સ્વરૂપ

  भुव: - દુ:ખનાશક

  स्व: - સુખ સ્વરૂપ

  तत् - ઉસ

  सवितु: - તેજસ્વી

  वरेण्यं - શ્રેષ્ઠ

  भर्ग: - પાપનાશક

  देवस्य - દિવ્ય

  धीमहि – ધારણ કરો

  धियो - બુદ્ધિ

  यो - જો

  न: - આપણી

  प्रचोदयात् – પ્રેરિત કરો

આ દરેક અક્ષરને જોડવા પર બને છે આ મંત્ર - તે પ્રાણ સ્વરૂપ, દુખનાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવસ્વરૂપ પરમાત્માને અમે અન્તરાત્મામાં ધારણ કરીએ છીએ. ઇશ્વર અમારી બુદ્ધિને સન્માર્ગ તરફ પ્રેરે.